તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
SSG હોસ્પિટલના તબીબોનું સફળ ઓપરેશન, યુવતીના પેટમાંથી ટાંકણી કાઢી

વડોદરા,તા. ૧૪,વડોદરામાં SSG હોસ્પિટલમાં પેટમાંથી ટાંકણી કાઢી સફળ સર્જરી કરવામાં આવી છે. જંબુસરની યુવતી ટાંકણી ગળી જતા જંબુસરમાં પ્રાથમિક સારવાર લીધી હતી. વડોદરા શહેરમાં એસએસજી હોસ્પિટલમાં તબીબોની નિષ્ણાત ટીમોએ ૧૮ વર્ષની યુવતીના પેટમાંથી ટાંકણી કાઢી હતી. મળતી માહિતી મુજબ યુવતી કોઈક કારણોસર ભૂલથી ટાંકમી ગળી જતા ગભરાઈ ગઈ હતી. જેથી પરિવારના લોકોએ તાત્કાલિક જંબુસર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જંબુસરમાં ટાંકણી ન નીકળતા યુવતીને SSG હોસ્પિટલમાં યુવતીને લઈ જવામાં આવી હતી. ત્યાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સર્જરી કરી હતી. દૂરબીન વડે પેટમાંથી ટાંકણી નીકાળી ઓપરેશન કર્યુ હતું.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
