<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

આજે ઉત્તરાયણના દિવસે 15-20 KM પ્રતિ કલાકે રાજ્યમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યો છેઃ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો

વડોદરામાં 10-15 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે. આ સાથે જ સુરતમાં 15-25 કિમી પ્રતિ કલાકે જ્યારે રાજકોટમાં 10-15 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે.

અમદાવાદઃ   રાજ્યમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના તહેવારને અનુકૂળ હવામાનની આગાહી કરી છે. આજે 14 જાન્યુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં 15-20 KM પ્રતિ કલાકે ઠંડો પવન ફુંકાશે.

 હવામાન વિભાગે જણાવ્યું કે, 15 જાન્યુઆરીના રોજ પણ 15-20 KM પ્રતિ કલાકે ઠંડો પવન ફુંકાશે. જે પતંગ ઉડાવવા માટે બેસ્ટ છે. આજે અમદાવાદમાં 15-25 કિમી પ્રતિ કલાકે જ્યારે વડોદરામાં 10-15 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે. આ સાથે જ સુરતમાં 15-25 કિમી પ્રતિ કલાકે જ્યારે રાજકોટમાં 10-15 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે.

આ શહેરોનું તાપમાન ઘટ્યું

 હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે અમદાવાદમાં 13.9 ડિગ્રી, ડીસામાં 11.6, ગાંધીનગરમાં 13.7, વિદ્યાનગરમાં 16.8, વડોદરામાં 14.8, સુરતમાં 17.1, દમણમાં 17.2, ભુજમાં 11.4, નલિયામાં 5.6, કંડલા બંદરમાં 14.2, કંડલા એરપોર્ટમાં 11.5, અમરેલીમાં 10.4, ભાવનગરમાં 15.1, દ્વારકામાં 15.0, ઓખામાં 19.8, પોરબંદરમાં 10.1, રાજકોટમાં 10.4, સુરેન્દ્રનગરમાં 12.8, મહુવામાં 13.3 અને કેશોદમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(11:48 AM IST)