તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
આજે તહેવારમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યમાં 108, ફાયર, કરુણા હેલ્પલાઇન અને અનેક NGOની ટીમો ખડેપગે તૈનાત

અમદાવાદઃ ઉત્તરાયણ ગુજરાતમાં મનાવવામાં આવતો એક પ્રખ્યાત અને મનોરંજક પર્વ છે, પરંતુ આ તહેવાર સાથે કેટલીક ચિંતાજનક પરિસ્થિતિઓ પણ ઉદભવે છે, જેમ કે અકસ્માતો અને પક્ષીઓના ઘાયલ થવાના બનાવો. પતંગબાજી, ચાઇનીઝ દોરી, અને વીજળીના તારથી દોરીના ટકરાવથી પ્રાણીઓ માટે ઘણી વખત સંકટ ઉભું થાય છે. તો અમે ઉત્તરાયણ દરમિયાન દાખલ થતી ઈમર્જન્સી વ્યવસ્થાઓ અને પ્રાણીઓ માટે કરવામાં આવેલા સેવાની વિગત આપીશું
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, પરંતુ આ તહેવારનો બીજું પાસું એ છે કે આ પર્વમાં અકસ્માતો અને આગના બનાવો જોવા મળતા હોય છે. ખાસ કરીને, આ તહેવારમાં અબોલ જીવ જબરદસ્ત પીડિત થાય છે, કારણ કે સૌથી વધુ પક્ષીઓ આ સમયે ઘાયલ થતા હોય છે. તો તહેવારમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યમાં 108, ફાયર, કરુણા હેલ્પલાઇન અને અનેક NGOની ટીમો ખડેપગે તૈનાત છે. તો જાણો, ઈમર્જન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તમારા શહેરમાં કેવી વ્યવસ્થા છે.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે થોડું સાવચેતી રાખીને પર્વની ઉજવણી કરવી જોઈએ, જેથી આ અબોલ જીવને નુકસાન ન થાય. 108 ઈમર્જન્સી સેવાના ચીફ ઓપરેટિંગ જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ પર્વ માટે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ફોરકાસ્ટ કરવામાં આવી છે. તેઓ કહે છે કે, સામાન્ય રીતે વાહન અકસ્માતો, ધાબા-છાપરા પરથી પડી જવાના કિસ્સાઓ, પતંગની દોરીથી હાથ અને ગળામાં ઈજા થવી, મારામારીના કેસ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક શોકના કારણે ઈજાઓ વધતી હોય છે. આ માટે 108 સેવા સતત કાર્યરત રહેશે.
આ વર્ષે 14 અને 15 જાન્યુઆરીએ 70 ટકા જેટલા કેસોમાં વધારો થવાની શક્યતા છે. 14 જાન્યુઆરીના રોજ 4900 ઈમર્જન્સી કેસો અને 15 જાન્યુઆરીના રોજ 4500 ઈમર્જન્સી કેસો આવવાની શક્યતા છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલો સાથે જોડાયેલા છે, જેથી કોઈપણ ઇમર્જન્સીમાં ઝડપથી સારવાર મળી શકે.
અબોલ જીવ માટે મેડિકલ ઈમર્જન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે, જેમાં પશુપક્ષીઓને પણ ઇમર્જન્સી સારવાર આપવામાં આવશે. કુલ 87 એમ્બ્યુલન્સ અને દરેક એમ્બ્યુલન્સમાં 2 ટીમો હાજર રહેશે. ઉત્તરાયણમાં પશુપક્ષીઓ માટે 1962 નંબર પર કોલ કરી શકે છે. 37 જેટલી એમ્બ્યુલન્સ મુખ્ય શહેરોમાં કાર્યરત રહેશે. 1962 એ કરુણા અભિયાનનો નંબર છે. 13 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે. 37 એમ્બ્યુલન્સ સિવાય 50 વધારાની એમ્બ્યુલન્સનો પણ આયોજન કરવામાં આવ્યો છે.
- વાઈલ્ડલાઈફ કેર સેન્ટર બોડકદવે 7600009845/46
- પાંજરાપોળ મકરબા 9924419194/9924418184
- બેહરામુરા 9408690222
- ઓઢવ, નકોલ, નરોડા, બાપુનગર 9697601008/9697611008
- નરોડા 8866421316
- વાડજ 8306743061
- મણીનગર 9925280249.
અમદાવાદ ફાયરબ્રિગેડ પણ આ પર્વ પર સતત કાર્યરત રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ, જો કોઈ પક્ષી ફસાયું હોય અથવા તે પડી જવા જેવા કિસ્સા થાય, તો ફાયરબ્રિગેડના 101 નંબર પર કોલ કરીને મદદ મેળવી શકાય છે. જો કરુણા અભિયાનનો સંપર્ક ન થઈ રહ્યો હોય, તો અનેક NGOનો સંપર્ક કરી શકાય છે.
સુરતમાં, છેલ્લા 17 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા હેલ્પલાઇન સેવા આપી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓ માટે કેમ્પ પણ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહેશે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પલાઇન શરૂ કરાઈ છે: 9825304766
- 9825504766
- 8320595439
- 99799087053
- 8460670644
વડોદરામાં પણ કરુણા અભિયાન હેઠળ સાત એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે, ત્રણ ઓપરેશન થિયેટર અને 40થી વધુ કલેક્શન સેન્ટરો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અભિયાન દ્વારા 500 વોલન્ટિયરો પક્ષીઓની સારવાર અને સેવા પૂરી પાડશે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ગુજરાત વન્યજીવ હેલ્પલાઇન નંબર 8320002000 અને વડોદરા માટે ટોલફ્રી નંબર 18002332636 સાથે 24x7 કલાક હેલ્પલાઇન નંબર 1962 કાર્યરત રહેશે.
હવે જો તમારે તહેવારમાં અકસ્માતો ટાળવા માટે શું કરવું જોઈએ?
- છત પરથી પતંગ પડતા, વીજળીના તારથી પતંગ લેવા જતાં કરંટ લાગવાથી અથવા દોરીથી ગળું કપાતાં તાત્કાલિક 108 પર કોલ કરો.
- જો કોઈ ઘાયલ પક્ષી દેખાય, તો તેને તાત્કાલિક યોગ્ય બોક્સમાં મૂકીને સેફ જગ્યાએ રાખીને 1962 પર કોલ કરો.
- નકામી દોરી જો દેખાય, તો તેને ભેગી કરીને દૂર કરો.
- શક્ય હોય તો ટૂ-વ્હીલર પર બહાર જવાનું ટાળો.
હવે શું ન કરવું જોઈએ?
- સવારના સમયે પક્ષીઓ ફરતા હોવાથી, 9:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ચગાવવાનું ટાળો, જેથી પક્ષીઓનો જીવ બચી શકે છે.
- ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો.
- વીજળીના તારથી દૂર પતંગ ચગાવો અને ફસાયેલા પતંગ કે દોરીને કાઢવાનો પ્રયાસ ન કરો.
- ફટાકડા ફોડવાનું અને વધુ લાઉડ સ્પીકરના અવાજથી મ્યુઝિક વગાડવાનું ટાળો.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
