<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

બોકાસો બોલાવતી ઠંડી ....ફૂંકાતા ઠંડા પવન ના લીધે ઠંડીનો વધુ અહેસાસ : નલિયા 6.8, ડીશા 9.2,રાજકોટ 9.9, ભુજ 10.8 ડિગ્રી

રાજકોટ :  આજે મકરસંક્રાતિના દિવસે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડી રહ્યા છે પવનનું જોર પણ છે. જેથી પતંગ પ્રેમીઓ ને મજા મજા પડી ગઈ છે નાનાથી માંડી મોટેરાઓ પણ વહેલી સવારથી જ અગાસીઓ ઉપર ચડી ગયા છે અને પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે. દરમિયાન આજે પણ સમગ્ર રાજ્યભરમાં બોકાસો બોલાવતી ઠંડી પડી રહી છે. ઠંડા પવન ફુકાઈ રહ્યા હોય ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. આજે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે 6.8 ડીગ્રી સાથે રાજ્યભરમાં સૌપ્રથમ છે જ્યારે ડીશા 9.2 ડિગ્રી રાજકોટ 9.9 ડિગ્રી અને ભુજમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ ઉપરાંત અમદાવાદ 12.3 અમરેલી 12.5 બરોડા 12.8 ભાવનગર 15.6 દમણ 16.8 ડાંગ ૧૬.૬ દીવ 14.6 દ્વારકા 14.8 જામનગર 14.1 કંડલા 12.5 નર્મદા 17.5 પોરબંદર 14 સુરત 16 અને વેરાવળમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(12:36 PM IST)