<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ગાંધીનગર પતંગ લૂંટવાની સામાન્ય બાબતે મોટી બબાલ: લોકો એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા

સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય બાબતે રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ : પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ટોળુ વિખેરાયુ

ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય બાબતે મોટી બબાલ સર્જાય છે. જેમાં લોકો એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા હતી. સમગ્ર ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ટોળુ વિખેરાયુ હતું અને મામલો ઠાળે પડ્યો હતો. 

ઉત્તરાયણ પર્વની ઠેર-ઠેર ઉજવણી ચાલી રહી છે. કેટલાક પતંગ ચગાવવામાં મગ્ન છે તો અમુક પતંગ લૂંટવામાં ભાગદોડ કરતા જોવા મળશે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયુ હતું

સમગ્ર ઘટનામાં કેટલાક શખસો લાકડી સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટના મામલે જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર દોડી આવી પહોંચી હતી. પતંગ લૂંટવાની સામાન્ય વાતને લઈને થયેલી બબાલની ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી

(7:05 PM IST)