તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
મહુધાથી અમદાવાદ જતી એસટી બસ સાથે ડમ્પર અથડાતા કંડક્ટરનું મોત
વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાતા એસટીનું પડખુ ચીરાઇ ગયું

મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. બસ સાથે ડમ્પર અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે એસટીનું પડખુ ચીરાઇ ગયું હતું.
આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત થયું હતું જ્યારે એસટીના ડ્રાઇવર હેમખેમ છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
