તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ઉત્તરાયણનું પર્વ બન્યું જીવલેણ : રાજ્યમાં ૬ લોકોના ગળા કપાતા મૃત્યુ
પતંગની દોરી વાગવાથી પાંચ લોકોના ગળા કપાયા હતા : જ્યારે અનેક લોકોને ગળા અને માથાના ભાગે ધારદાર દોરીનો લસરકો પડતા ઘાયલ થયા

અમદાવાદ, તા.૧૫: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. જોકે રાજ્યમાં સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પતંગની દોરી વાગવાથી પાંચ લોકોના ગળા કપાયા હતા. જ્યારે અનેક લોકો ગળા અને માથાના ભાગે ધારદાર દોરીનો લસરકો પડતા ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. મકરસંક્રાંતીના દિવસે વહેલી સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મૃતા ૧૦૮ એમ્બ્યુલન્સ દોડતી રહી હતી.
પતંગની દોરીના કારણે બાઈક ચાલકનું મૃત્યુ મૃતી વિગતો અનુસાર રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું.
હાલોલના ૫ વર્ષીય બાળકનું મૃત્યુ ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના ૫ વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું હતું. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. વડોદરા-મહેસાણામાં પણ પણ મોતની ઘટના તે જ પ્રકારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામમાં પણ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક દુખદ ઘટના બની હતી. ગામના ૩૫ વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત થયું હતું. જ્યારે વડોદરાના છાણીમાં ૩૫ વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલ દોરીથી ગળુ કપાવતી મોતને ભેટી હતી. વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની ૬ ઘટનાઓ બની હતી.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
