તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
મકરનો સૂર્ય થવાથી ૧૨ રાશિયો પર જાણો શું થશે અસર ?
એક મહિનાથી શુભ કાર્યો પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત:આજથી સૂર્ય ઉત્તરાયણનો થયો:સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન બાર રાશિઓ પર પ્રભાવ

વડોદરા: સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ તા.૧૪ જાન્યુઆરી-૨૦૨૫ ને મંગળવારે સવારે ૮-૫૬ કલાકે થઈ છે. સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે દિવસથી
“ખર” માસનો અંત આવે છે અને એક મહિનાથી શુભ કાર્યો પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત થાય છે. આજથી સૂર્ય ઉત્તરાયણનો થયો છે. સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન બાર રાશિઓ પર પ્રભાવ
(૧) મેષ :- પ્રગતિના દિવસો શરૂ. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા. સમ્માન તેમજ પ્રતિષ્ઠા મળશે. કેટલાક જૂના કાર્યોમાં યશ પ્રાપ્તિ. નવા સંબંધ બનશે, નવી ખરીદારીની તક.
(૨) વૃષભ :- નાની-મોટી યાત્રાના યોગ બને છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થાય. અટકેલા કામો બનશે. જીવન સ્તરમાં સુધારો જોવા મળે. નવી યોજનાઓ પર કામનો પ્રારંભ કરવાની તક મળશે.
(૩) મિથુન :- મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ ઊભા થાય, સારા સંબંધોમાં મતભેદો વધે, ઘર અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ આવી પડે, તમામ કાર્યોમાં અતિશય પ્રયાસથી સફળતા મળશે.
(૪) કર્ક :- નવા સંબંધ અને સંપર્ક બનશે, નવા કાર્યોમાં સલંગ્નતા, સ્વાસ્થ્ય પર ખર્ચ, ખોટા નિર્ણયથી આર્થિક નુકસાન, વિવાદ તેમજ જોખમી કાર્યથી સાવચેત રહેવું.
(૫) સિંહ :- વિવાદ તેમજ દેનદારી સંબંધી બાબતોમાં રાહત. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા. અટકેલા કામો બનશે.સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન.
(૬) કન્યા :- અચાનક આર્થિક લાભ થાય પ્રેમ સંબંધમાં મતભેદ ઉભા થાય. થોડી માનસિક અશાંતિ થાય. નવા કાર્યમાં મૂડીનું રોકાણ થાય.
(૭) તુલા :- કાર્ય સ્થળમાં પરિવર્તન તેમજ યાત્રાના યોગ બને છે. મહત્વના કાર્યમાં અતિશય શ્રમ પછી જ લાભ બને. પારિવારિક અશાંતિ, પરિવારના સભ્યની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થાય.
(૮) વૃશ્વિક :- તમારા અટકેલા કામો પર પૂરું ધ્યાન આપશો તોજ સફળતા જોવા મળશે. મિત્ર-સંબંધી તરફથી સહકાર પ્રાપ્ત થતાં વિવાદી કાર્યોમાં ઉકેલ શક્ય બનશે. નિવાસમાં પરિવર્તન થવાના યોગ છે. ટૂંકમાં મોટાભાગે તમારા કાર્યોમાં સખત પ્રયાસ જ તમને સફળતા અપાવશે, પણ ખર્ચ વધશે.
(૯) ધન :- તમને ગમે તે રીતે આર્થિક લાભ થાય, તમારા અટકેલા કાર્યો બને. થોડી પારિવારિક અશાંતિ ઉભી થાય, સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડે. સગા સંબંધી-મિત્રોના સહયોગથી કામ બનશે.
(૧૦) મકર :- ન ધાર્યું હોય એવું અચાનક સ્થાન પરિવર્તન થવાના યોગ બને છે, તેનાથી નાની મોટી યાત્રા થાય, કોઈનો પરિચય થાય અને મહત્વપૂર્ણ અટકેલા કાર્યોમાં સફળતા જોવા મળે. ભાગ્યનો
ખેલ કામ કરતો જોવા મળશે.
(૧૧) કુંભ :- સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. મકાન-દુકાન-અન્ય કોઈ મરમ્મત તેમજ ખરીદદારી પર ખર્ચ કરવો પડે. વિવાદિત બાબતોમાં રાહત જોવા મળશે. નવા કાર્યમાં સંલગ્નતા. અનુસંધાનમાં સફળતા. જોખમ પૂર્ણ કાર્યમાં સાવધાની રાખવી હિતકારી રહેશે.
(૧૨) મીન :- તમારા કાર્યમા મોટા લાભ સાથે પ્રગતિ જોવા મળશે. અટકેલા કામો પર ધ્યાન આપવાથી મનોવાછિત સફળતાનો અનુભવ થશે. ઘરમાં માંગલિક કાર્ય બનશે, અટકેલા કામ બનશે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
