<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સમગ્ર રાજ્‍યમાં ૩૭૦૭ ઈમરજન્‍સીના કેસ નોંધાયા

સૌથી વધુ અમદાવાદમાં ૭૩૨, સુરતમાં ૩૨૦ કેસ નોંધાયા રાજકોટમાં ૨૩૫ કેસ, વડોદરામાં ૨૩૪ કેસ

અમદાવાદ, તા.૧૫: સમગ્ર રાજ્‍યમાં ૩૭૦૭ ઈમરજન્‍સીના કેસ નોંધાયા છે. જેમાં ગત વર્ષ કરતા ૩૪૫ જેટલા ઈમરજન્‍સી કેસ વધારે નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદમાં ૭૩૨, સુરતમાં ૩૨૦ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૨૩૫ કેસ, વડોદરામાં ૨૩૪ કેસ નોંધાયા છે. પંચમહાલમાં ૧૩૪ અને દાહોદમાં ૧૩૦ કેસ નોંધાયા તથા ગાંધીનગરમાં ૧૧૮ કેસ, વલસાડમાં ૧૧૩ કેસ નોંધાયા છે.

જામનગરમાં ૧૦૪ સૌથી ઓછા બોટાદમાં ૧૮ કેસ તેમજ અમદાવાદમાં ટુ વ્‍હીલર અકસ્‍માતના ૮૭ કેસ નોંધાયા છે. કાર અકસ્‍માતના અમદાવાદમાં ૩૪ કેસ નોંધાયા તથા રાજ્‍યમાં ઉંચાઈ પરથી પડવાના ૨૮૪ કેસ નોંધાયા છે. ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્‍ત થવા જેવા ઈમરજન્‍સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે ૩૦ ટકા ઈમરજન્‍સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્‍યાને રાખીને ૧૦૮ ઈમરજન્‍સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે. જ્‍યારે ૧૫મી જાન્‍યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ઈમરજન્‍સી કેસમાં ૨૦ ટકા વધારો થવાની સંભાવના ૧૦૮ ઈમરજન્‍સી સેવા દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે, સામાન્‍ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્‍ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્‍માત થવાની શકયતાઓને ધ્‍યાને લઈને EMRI એ તૈયારી કરી દીધી છે. સામાન્‍ય દિવસોમાં દૈનિક ૩ હજાર લોકો ૧૦૮ ની ઇમરજન્‍સી સેવાની મદદ મેળવે છે. સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્‍સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્‍યું હતુ. આ વર્ષે ૩૩ જિલ્લામાંથી ૮ થી ૯ જિલ્લાઓમાં ઈમરજન્‍સીના ૨૦ ટકાથી વધુ કોલ્‍સ આવવાનો અંદાજ સેવવામાં આવ્‍યો છે. ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્‍ટ્રિક તાર સાથેના અકસ્‍માતને લઇ ઈમરજન્‍સી મદદ માંગવામાં આવે છે.

(10:35 AM IST)