<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અમિતભાઇ શાહના હસ્‍તે ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ

અંબોડમાં ર૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર બેરેજનું ખાતમુહુર્ત : નારદીપુરમાં શ્રી રામજી મંદિરના દર્શન કરશે : કલોલમાં ઓડિટોરીયમનું લોકાર્પણ

રાજકોટ, તા. ૧પ : દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્‍યારે આજે એટલે કે ૧૫ જાન્‍યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં અમિતભાઇ શાહ હાજરી આપનાર છે.

જેમાં અંબોડમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર બેરેજનું ખાતમુહૂર્ત કરશે. ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેંપોની મુલાકાત લેશે, ત્‍યારે નારદીપુરમાં રામજી મંદિરના દર્શન કરશે. ઉપરાંત કલોલ-સાણંદ રોડના ફોરલેન કરવાના નવા કામનું ખાતમુહૂર્ત કરશે.

 કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ તથા નવીન કામોનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્‍તે કરવામાં આવનાર છે. બીજી તરફ કલોલ પાસે સૈજ ગામને જોડતા રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે અને શેલ્‍બિ હોસ્‍પિટલ દ્વારા તૈયાર થયેલી બોન બેંકનું લોકાર્પણ આજના દિવસે અમિતભાઇ શાહ કરનાર છે.

(3:50 PM IST)