તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧રપ૦ થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતાઃ કાલે સ્ટાર્ટઅપ ડે
ભુપેન્દ્રભાઇ અને બલવંતસિંહના નેતૃત્વમાં ઔદ્યોગીક વિકાસ અને રોજગારી સર્જન :રાજયને સતત ૩ વર્ષ સુધી મળ્યો બેસ્ટ પરફોર્મર

ગાંધીનગર, તા. ૧પઃ દેશમાં વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા'ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશમાં તા. ૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા ૧.૫૦ લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ૧૨,૭૭૯ જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૩૩ ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૪,૨૦૦થી વધીને ૧,૫૪,૭૧૯ જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. ૪૫૦ બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા ૩૧ જેટલી થઈ છે. દર વર્ષે ૧૬ જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ દિવસ ઉજવાય છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ગુજરાતના ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી. હાલમાં અમદાવાદમાં ૫,૨૬૯, સુરતમાં ૧,૯૦૩, વડોદરામાં ૧,૩૪૪, રાજકોટમાં ૧,૧૭૨, ગાંધીનગરમાં ૬૦૧ જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફસાયન્સમાં ૧,૩૪૩, આઇટી સેવાઓમાં ૧,૧૮૬ તથા કળષિમાં ૮૧૯ જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ' સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૩૫૦ કરોડનો ફાળો આપ્યો છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે તા. ૧૬ જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ' ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના નેતળત્વમાં ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે. જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ, ઇન્કયુબેટર્સ, એક્સિલરેટર્સ, માર્ગદર્શકો, રોકાણકારો, સરકારી સંસ્થાઓ અને અન્ય સ્ટેકહોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગસાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૭માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઙ્કોગ્રામના અસરકારક અમલીકરણ માટે “Prime Minister Award for Excellence in Public Administration in 2017” એવોર્ડ મળ્યો હતો. તદ્ઉપરાંત રાજ્યને સતત ૪ વર્ષ એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૨ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ‘બેસ્ટ પરફોર્મર' એવોર્ડ પણ મળ્યો હતો.
મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના જણાવ્યા મુજબ રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પીપીપી ધોરણે iCreate સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વર્ષ ૨૦૨૦માં ટેકનોલોજી બિઝનેસ ઇન્કયુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તાજેતરમાં બેંગ્લોરમાં આયોજિત ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટના ભાગરૂપે iCreateને ‘ઇમ્પેક્ટ ઇન્કયુબેટર ઓફ ધ યર ૨૦૨૪'થી સન્માનિત કરવામાં આવ્યું હતું. iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. વધુમાં, iCreate એન્જલ ફંડમાંથી રૂ. ૧૦૦ કરોડનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સને વિકસાવવામાં કરવામાં આવી રહ્યો છે.(૬.૧૬)એવોર્ડ
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
