<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અમદાવાદમાં અભૂતપૂર્વ પ્રતિસાદને લઈને ફ્લાવર શૉ 2 દિવસ લંબાવાયો: સમયમાં કરાયો મોટો ફેરફાર

મુલાકાતીઓનો સમય સવારે સાડા 9 થી સાંજે સાડા 5 સુધી વેબ સિરીઝ અને મુવીઝ એડવર્ટાઈઝમેન્ટના શુટિંગ માટે સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધી ફ્લાવર શૉમાં બુકિંગ કરાવી શકાશે વધુમાં વધુ 5 સ્લોટ બુક કરી શકાશે

અમદાવાદ :સાબરમતી રીવરફ્રન્ટ ખાતે 3 જાન્યુઆરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી સુધી આયોજિત ફ્લાવર શૉ લોકોનો બહોળો પ્રતિસાદ મળતા તેને બે દિવસ એટલે કે 24 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસ માટે ફ્લાવર શૉ માટે નિહાળવા માટે મુલાકાતીઓનો સમય સવારે સાડા 9 થી સાંજે સાડા 5 સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે વેબ સિરીઝ અને મુવીઝ એડવર્ટાઈઝમેન્ટના શુટિંગ માટે સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધી ફ્લાવર શૉમાં બુકિંગ કરાવી શકાશે. જેના માટે 3 કલાકના સ્લોટ માટે 1 કલાકની ફી રાખવામાં આવી છે. જેમાં વધુમાં વધુ 5 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ વધુમાં વધુ 5 સ્લોટ બુક કરી શકાશે.

આ ઉપરાંત પ્રિ-વેડિંગ શુટિંગ માટે સવારે 7 થી 9 અને સાંજે 6 થી 12 વાગ્યા સુધીનો સ્લોટ રાખવામાં આવ્યો છે. જેના માટે 25 થી 35 હજાર રૂપિયાની ફી રાખવામાં આવી છે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે 1 કલાકનો સ્લોટ અને એક દિવસમાં વધુમાં વધુ 15 બુકિંગ લેવામાં આવશે.

(7:44 PM IST)