<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ અમદાવાદમાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 14 યાર્ડના ભાવ

ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 9,231.14 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 9,231.14 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 450 રૂ. અને નીચો ભાવ 130 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 540 રૂ., મહુવામાં 472 રૂ., મોરબીમાં 460 રૂ., ભાવનગરમાં 454 રૂ., મહેસાણામાં 450 રૂ., ગોંડલમાં 446 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,231.14 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:35 PM IST)