તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ગૌણ સેવા પસંદગી મંડળના 3 મહત્વના નિર્ણય: વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડતી અનેક મુશ્કેલીઓનો અંત આવશે જાણો વિગત
ગૌણ સેવા પસંદગી બોર્ડની તૈયારી કરતા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળે ખુબજ મહત્વના ત્રણ નિર્ણયો લીધા : આ ત્રણેય નિર્ણયોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદ :ગુજરાતમાં 5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ગૌણ સેવા પસંદગી બોર્ડની તૈયારી કરતા યુવાનો માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ત્રણ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષામાં હવે ઇંગ્લિશની સાથે-સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે. આ નિર્ણયની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે-સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે. આ સાથે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સિલેબસ આપવામાં આવશે, તેમજ સિલેબસમાં માર્ક પણ મુકવામાં આવશે. ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયથી ઘણો ફાયદો થશે.
પહેલા બોર્ડ દ્વારા માત્ર ઇંગ્લિશમાં જ પેપર આપવામાં આવતું હતું ત્યારે હવે ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતીમાં પણ પેપર આપવામાં આવશે, આ ઉપરાંત પેપરનો સિલેબસ પણ મુકવામાં આવશે અને તેની સાથે સાથે સિલેબસમાં માર્ક પણ મુકવામાં આવશે. સિલેબસમાં માર્ક મુકવાથી વિદ્યાર્થીઓને સારી રીતે સમજણ પડશે કે અભ્યાસક્રમમાં કયા વિષય ઉપર વધારે ભાર આપવું.
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા લેવાયેલા આ ત્રણેય નિર્ણયોની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
