<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સુરતના માંગરોળના પીપોદરા બ્રિજ પર કામરેજથી અંકલેશ્વર તરફ જતા ટ્રકમાં આગ લાગી

ટ્ર્કમાં આગ લાગવાને કારણે કામરેજથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો

સુરતના માંગરોળના પીપોદરા બ્રિજ પર, કામરેજથી અંકલેશ્વર તરફ જતા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકના ટાયર ગરમ થઇ જવાના કારણે આગ લાગી હોવાનું  અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ટ્ર્કમાં આગ લાગવાને કારણે કામરેજથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડે પહોચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.  જો કે, પોલીસે ઘટના સ્થળે પહોચીને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.

(10:05 PM IST)