તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં છરીના ઘા ઝીકી નીતિન પઢિયાર નામના યુવકની હત્યા
કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી: પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપ્યો : કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ : કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઊંટવાળી ચાલીમાં નીતિન પઢિયાર નામના યુવકની હત્યા થઇ છે.
મળતી વિગત મુજબ કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે અમદાવાદ કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
