તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
કપાસના ખેતરમાં અંગ્રજી દારૂ સંતાડ્યો હતો:ઉતરાયણની પુર્વ સંધ્યાએ રૂ ૪૬,૫૦૦ નો અંગ્રેજી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ ભલે ફીકી જોવા મળી પરંતુ ઉત્તરાયણ કે અન્ય મોટા તહેવારો માં પોલીસ તેના નેટવર્ક અને બાતમીદારો દ્વારા દારૂ, જુગાર સહિતના કેસો કરવામાં સફળ રહે છે ત્યારે હાલ ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ નર્મદા એલસીબી ટીમે ખેતરમાં સંતાડેલો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા તહેવારોમાં નર્મદા પોલીસ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરતી હોય જે માટે ઈ/ચા પોલીસ ઇન્સપેક્ટર વાય.એસ સિરસાઠ, એલ.સી.બી,નર્મદાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમા રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં હતા દરમ્યાન એ.એસ.આઈ કિરણભાઈ રતિલાલ એલ.સીબી તથા આ.લો.ર જીગર રમેશભાઈ નર્મદાનાઓને સયુક્ત રાહે હકીકત મળેલ કે રાજપીપળાના જુનારાજ ગામના ભોયરા ફળીયામા રહેતા સુરેશભાઈ રહેશભાઈ વસાવા (રહે. ભોયરા ફળીયા જુનારાજ તા.નાદોદ જી.નર્મદા )નાઓના ઘરની પાછળ આવેલ કપાસના ખેતરમાં પ્રોહી મુદ્દામાલ સંતાડેલ છે જે બાતમી ના આધારે ત્યાં રેઇડ કરતાં અગ્રેજી દારૂ કુલ કિ.રૂ ૪૬,૫૦૦-પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે સુરેશભાઈ રહેશભાઈ વસાવા રહે.જુનારાજ ને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
