<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું જલેબીની ખરીદી માટે ભારે પડાપડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં વર્ષોથી જાણીતા મીઠાઈના વેપારી છગનભાઇ પુરોહિતની પ્રખ્યાત દુકાન પુરોહિત સ્વીટમાં ઉત્તરાયણ પર્વમાં દર વર્ષની જેમ ઊંધિયું જલેબી ની ખરીદી માટે ભારે ભીડ રહી જેમાં અવનવી જલેબી અને સ્વાદિષ્ટ ઊંધિયાની ખરીદી કરવા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા હતા.

રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અનેક દુકાનો તેમજ લારીઓ પર ઊંધિયા જલેબીનું વેચાણ થાય છે છતાં અમુક ખાસ અને વિશ્વાસપાત્ર જાણીતી જગ્યાઓ પર ગ્રાહકોની ભારે ભીડ રહે છે ત્યારે એકજ દિવસમાં રાજપીપળાના લોકો લાખો રૂપિયાના ઊંધિયા જલેબી ખાઈ ઉત્તરાયણની મજા માણી હતી, આ ખરીદી માટે રાજપીપળાના બજારોમાં ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો માટે રાજપીપળા પોલીસે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

(11:33 PM IST)