<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પાદરાના નાયબ મામલતદાર સસ્પેન્ડ : નશામાં ધૂત થઈને અકસ્માત કર્યો

વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત કર્યો હતો

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદાર  દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી અને પાણી છાંટ્યું હતું

આ  ઘટના બાદ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને સસ્પેન્ડ કરી દેવાયા છે

(11:36 PM IST)