<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન 14 લોકોએ જીવ ગુમાવ્યા : 108 ઇમરજન્સીને 9728 કોલ મળ્યા

ઉત્તરાયણના બે દિવસ સુધી 108 ઈમરજન્સીને સતત કોલ રણક્યા : 108 ટીમે 9728 કોલ રિસીવ કર્યા

ઉત્તરાયણ 2025 નો પર્વ લોકોએ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો, પરંતુ આ દરમિયાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સતત રસ્તા પર દોડતી જોવા મળી હતી. તારીખ 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 108 ટીમને કુલ 9728 જેટલા કોલ આવ્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2087, સુરતમાં 977, વડોદરામાં 689 અને દાહોદમાં 423 કોલ ઇમરજન્સી ટીમને મળ્યા હતા.

  તમામ કેસની વાત કરવામાં આવે તો, પ્રેગનેન્સી રીલેટેડ 1977, નોન વ્હીકલ ઇજાના 1931, વ્હીકલ ઇજાના 1722, હાઇ ફિવર ના 222, શ્વાસ સંબંધિત 737, પેટના દુખાવાના 956, અન્ય સમસ્યાના 955, કાર્ડિયકના 484, આંચકીના 240, પોઇઝનના 177 અને અન્ય ઇમરજન્સીના 327 કોલ 108 ઇમરજન્સીને મળ્યા હતા.

ગળા કપાવવાના કેસની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કુલ બે દિવસ દરમિયાન 235 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 76, વડોદરામાં 35, સુરતમાં 22, રાજકોટમાં 18, આણંદમાં 12 અને ભાવનગરમાં 10 કોલ 108 ટીમને મળ્યા હતા

પક્ષીઓના ઇજાગ્રસ્ત થવાના કેસ પર નજર કરીએ તો તેમાં તારીખ 14 અને 15 દરમિયાન કરુણા એનિમલ એમ્બુલન્સને કૂલ 1463 કોલ મળ્યા હતા.

 

(1:41 PM IST)