તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
અભણમાં અભણ ખેડૂતને પણ ખબર છે કે પૂર્વથી પશ્ચિમી પાણી ન જાયઃ મફતલાલ પુરોહિત
બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્યએ ૪૦૦ કરોડની યોજનાની પોલ ખોલી

બનાસકાંઠાઃ ભાજપના બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પરોહિતે એક સભા દરમિયાન પાણીની લાઇન અંગે પોલ ખોલી હતી.
મફતલાલ પુરોહિતે જણાવેલ કે, ૪૦૦ કરોડની આ યોજનામાં પાણી ફકત ૧ કલાક જ આવ્યું હતું. આનંદીબેન પટેલે આનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેમાં હું પણ ગયો હતો.
તેમણે વધુમાં જણાવેલ કે, અભણમાં અભણ ખેડૂતને પણ ખબર હોય છે કે પુર્વ થી પશ્ચિમ તરફ કદી પાણી ન જાય. પણ હજારો-લાખોના પગાર લેતા એન્જીનીયરો પ્રજા અને મંત્રીઓને ગેરમાર્ગે દોરે છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
