તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
બોપલની પ્રિવિલોન બિલ્ડકોન સાઈટનાં નામે ઠગાઈ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ :મકાનનાં નામે અનેક લોકોને શિકાર બનાવ્યા
આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં 200 જેટલી અરજીઓ બિલ્ડર સામે મળતા પોલીસે તપાસ શરૂ કરી: કેસની તપાસ માટે એસઆઈટીની રચના :જયદિપ કોટક અને હીરેન કારિયા સામે બે સાઈટોની ઠગાઈ મામલે બે ફરિયાદો દાખલ

અમદાવાદનાં બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન એલએલપી કંપનીનાં સંચાલકો દ્વારા આચરવામાં આવેલી ઠગાઈ કેસનો અન્ય એક આરોપી પણ પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે અગાઉ જયદિપ કોટક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે હવે હીરેન કારિયા નામના આરોપીને ઝડપી લેવાયો છે. જયદિપ કોટક અને હીરેન કારિયાએ સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું.
ઘુમામાં આવેલી જગ્યા પર આરોપીઓએ સેલેસ્ટીયસ 14 સ્ટોરી અને રિચમંડ 22 સ્ટોરી નામે 700 જેટલા ફ્લેટ અને 100 થી વધુ દુકાનો બનાવવાની જાહેરાતો કરી. ડિસેમ્બર 2023 માં જાહેરાતો કરીને ઓફિસ ખોલી રોકાણકારો પાસેથી મકાન અને દુકાન વેચવાના નામે બુકીંગ કરાવ્યું અને રેરા આવી ગયા બાદ બાંધકામ શરૂ કરવા જણાવ્યું પણ સમય જતા જ આરોપીઓએ ન તો મકાન દુકાન બનાવ્યા કે ન તો રોકાણકારોનાં રૂપિયા પરત આપ્યા હતા.
જોકે અંતે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં 200 જેટલી અરજીઓ બિલ્ડર સામે મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ અને અંતે જયદિપ કોટક અને હીરેન કારિયા સામે બે સાઈટોની ઠગાઈ મામલે બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે હવે બન્ને આરોપીઓ ઝડપાઈ જતા પોલીસે રોકાણકારોનાં રૂપિયા પરત અપાવવા માટેનાં પ્રયાસો શરૂ કર્યા છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
