<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

સંગઠન પર્વ વચ્ચે કેન્દ્રિય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે.

સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે: ખાનગી હોટેલમાં ડોકટરો સાથે સંવાદ કરશે.

અમદાવાદ : ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ વચ્ચે કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે. આગામી  19 જાન્યુઆરીના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ સ્થિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.  સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી, નડ્ડા અમદાવાદની ખાનગી હોટેલમાં ડોકટરો સાથે સંવાદ કરશે.

(7:32 PM IST)