<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

Q42024 માં અમદાવાદના ઘરના વેચાણમાં 34% ઘટાડો, લોન્ચમાં 61% ઘટાડો: PropTiger.com રિપોર્ટ

પ્રોપર્ટીના ઊંચા ભાવ અને ખરીદદારની સાવચેતીથી સંખ્યામાં ઘટાડો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : ડિજિટલ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન અને એડવાઈઝરી પ્લેટફોર્મ PropTiger.com ના તાજેતરની રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવાસ વેચાણમાં 2024 ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળામાં ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 34% નો ઘટાડો થયો છે.


PropTiger.com દ્વારા 'રિયલ ઈનસાઈટ રેસિડેન્શિયલ: એન્યુઅલ રાઉન્ડઅપ 2024' શીર્ષકવાળી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેચાણની સંખ્યામાં ઘટાડો મુખ્યત્વે પ્રોપર્ટીના ઊંચા ભાવ અને ખરીદદારની ભાવનામાં ઘટાડાના કારણે હોઈ શકે છે. ડેટા દર્શાવે છે કે NCR સિવાયના શહેરોમાં ઘરોના વેચાણમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો છે.

આ પરિબળોની અસર નવા પુરવઠા પર પણ દેખાઈ રહી હતી - ડેવલપર્સે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધીમી કરી હોવાથી Q42024 માં લોન્ચમાં 61%નો ઘટાડો થયો હતો. રિપોર્ટમાં આવરી લેવામાં આવેલા 8 શહેરોમાંથી 5 માં 2024 ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન લોન્ચના નંબરો ઘટી ગયા છે.

રિપોર્ટ પર ટિપ્પણી કરતા, Housing.com અને PropTiger.com ના ગ્રુપ સીઈઓ મિ. ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, "ઓક્ટોબર-ડિસેમ્બર તહેવારોના સમયગાળામાં, જ્યારે અપેક્ષા મુજબ, વેચાણમાં ત્રિમાસિક ગાળામાં વધારો જોવા મળ્યો, પરંતુ મોટાભાગના પ્રદેશોમાં વેચાણ અને નવા લોન્ચ બંનેમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ, મુખ્ય રાજ્ય ચૂંટણીઓ અને દેશભરમાં પ્રોપર્ટીના વધતા ભાવ જેવા પરિબળોના કારણે ડેવલપર્સ અને ખરીદદારો બંને દ્વારા વેઈટ એન્ડ વોચા રાહ જુઓ) અભિગમ અપનાવવામાં આવ્યો."

"જ્યારે દિલ્હી NCR એકમાત્ર એવું માર્કેટ રહ્યું જ્યાં વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો, ત્યારે MMR, પુણે અને બેંગ્લોર જેવા મુખ્ય બજારો સહિત અન્ય પ્રદેશોમાં ઘરના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આગળ જોતાં, વ્યાજ દરમાં ઘટાડાના તાત્કાલિક સંકેતો ન હોવા અને આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની સાથે, આગામી ત્રિમાસિક ગાળામાં માર્કેટનું સાવચેત રહેવાની અપેક્ષા છે.", મિ. અગ્રવાલે ઉમેર્યું.

નવા ઘરના વેચાણ: દિલ્હી NCR માર્કેટ ટોચના આઠ શહેરોમાં એકમાત્ર ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે જ્યાં નવા ઘરના વેચાણમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે, ચોથા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2024) માં 9,808 યુનિટનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 6,528 યુનિટની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. MMR એ 33,617 યુનિટ્સ વેચવા સાથે માર્કેટ લીડર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જોકે તેમાં વાર્ષિક ધોરણે 48,553 યુનિટ્સની તુલનામાં 31% નો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ પુણેમાં 18,240 યુનિટ્સનું વેચાણ થયું હતું, તેમાં પણ ગયા વર્ષની સરખામણીમાં 31% ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણમાં, બેંગ્લોરમાં 13,236 યુનિટ્સ વેચાયા (ગયા વર્ષ કરતા 23% ઓછા), હૈદરાબાદમાં 13,179 યુનિટ્સ (ગયા વર્ષ કરતા 36% ઓછા) અને ચેન્નાઈમાં 4,073 યુનિટ્સ (ગયા વર્ષ કરતા 5% ઓછા) વેચાવાનો રેકોર્ડ છે.
સ્ત્રોત: રિયલ ઈનસાઈટ રેસિડેન્શિયલ: એન્યુઅલ રાઉન્ડ-અપ 2024, હાઉસિંગ રિસર્ચ *નોંધ: સંખ્યાઓને નજીકના હજાર સુધી રાઉન્ડ કરવામાં આવી છે.
નવા ઘર લોન્ચ: Q4 CY2024 (ઓક્ટોબર-ડિસેમ્બર) માં, ભારતના ટોચના આઠ હાઉસિંગ માર્કેટમાં નવા ઘર લોન્ચમાં વાર્ષિક ધોરણે 33% નો ઘટાડો થયો છે. સૌથી વધુ ઘટાડો હૈદરાબાદમાં જોવા મળ્યો, જ્યાં 9,066 યુનિટ્સ લોન્ચ થયા (66% ઘટાડો), ત્યારબાદ અમદાવાદ માં 3,515 યુનિટ્સ લોન્ચ થયા (61% ઘટાડો) અને કોલકાતામાં 3,091 યુનિટ્સ લોન્ચ થયા (41% ઘટાડો). સકારાત્મક વાત એ છે કે, દિલ્હી NCR માં 10,048 યુનિટ્સ લોન્ચ થવા સાથે 133% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી, ચેન્નઈમાં 4,005 યુનિટ સાથે 34% વૃદ્ધિ જોવા મળી, અને બેંગ્લોરમાં 15,157 યુનિટ સાથે 20% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી.
સ્ત્રોત: રિયલ ઈનસાઈટ રેસિડેન્શિયલ: એન્યુઅલ રાઉન્ડ-અપ 2024, હાઉસિંગ રિસર્ચ
નોંધ: સંખ્યાઓને નજીકના હજાર સુધી રાઉન્ડ કરવામાં આવી છે.
નોંધઃ રિપોર્ટમાં આવરી લેવામાં આવેલા હાઉસિંગ માર્કેટમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી-NCR (ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ), MMR (મુંબઈ, નવી મુંબઈ અને થાણે) અને પુણેનો સમાવેશ થાય છે.

(10:18 PM IST)