તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
આમલેથા કેનાલમાં14 વર્ષીય બાળક તણાયા બાદ SDRF ટીમને ના મળ્યો, પાચ દિવસે પણ કોઈ ભાળ મળી નથી
લાપતા બાળક અને તેના ત્રણ મિત્રોને તરતા નહી આવડતું હોવાથી દોરડું બાંધી સ્નાન કરતા એક પાણીમાં ખેંચાઈ ગયો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની કેનાલમાં નાહવા પડેલા મિત્રો પૈકી એક બાળક પાણીના વહેણ માં ખેંચાઈ ગયા બાદ SDRFની ટીમની શોધખોળમાં પણ તે મળ્યો ન હતી અને આજે પાંચમાં દિવસે પણ તેની કોઈજ ભાળ નહી મળતા પરિવાર રાહ જોઈ રહ્યું છે
મળતી વિગતો અનુસાર તારીખ 11/ 1/ 25 ના રોજ બપોરના એક વાગે આમલેથા ગામે કેનાલમાં દીપેન્દ્ર સાહેબરાય દોહરે (ઉ.વ.14) નામનો બાળક તેના અન્ય ત્રણ મિત્રો સાથે આમલેથા ગામની કેનાલ માં નાહવા પડ્યા હતા જોકે આ મિત્રો ને તરતા નહી આવડતું હોવાથી તેઓ દોરડું બાંધી નાહતા હતા એ દરમિયાન દોરડું તૂટી જતા અન્ય મિત્રો પાણી ની બહાર નીકળી જવાના સફળ રહ્યા હતા પરંતુ દિપેન્દ્ર પાણીના વહેણ માં તણાઈ જતા તેની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે પતો નહી મળતા આમલેથા પોલીસમાં જાણ કરી હતી ત્યારબાદ SDRF ની ટીમે પણ ઘણી દૂર સુધી શોધખોળ કરી હતી પરંતુ આ ટીમને પણ કોઈજ પત્તો નહી લાગતા ટીમ પરત ફરી હતી. જોકે આ ઘટના ને આજે પાચ દિવસ થયા બાદ પણ પાણીમાં ખેંચાયેલા રવીન્દ્ર ની કોઈજ ભાળ નહી મળતા પરિવારજનો રવીન્દ્ર ની રાહ જોઈ રહ્યાં છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલમાં આગળ ભૂંગળા હોય જેમાં ઘણો કચરો હશે માટે રવીન્દ્ર નો મૃતદેહ કદાચ ત્યાં ફસાયેલો હોય શકે છે પરંતુ ગ્રામજનો અને SDRFની ટીમે ઘણી તપાસ કરવા છતાં હજુ કોઈ ભાળ મળતી નથી, આમ તો પાણી માં મૃતદેહ ત્રીજે દિવસે બહાર આવી જતો હોય છે પરંતુ ક્યાંક ઝાડી માં ફસાયો હોવાના કારણે ક્યાંયે જોવા મળ્યો નથી. જેથી પરિવાર આ માટે ચિંતિત છે
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
