News of Thursday, 16th January 2025
નર્મદા જિલ્લામાંથી પુરુષ અને મહિલા ગુમ થતાં પોલીસની મદદ લેવાઇ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના રાજપીપળા અને ગરુડેશ્વર તાલુકાના વાઘડિયા ગામમાંથી પુરુષ અને મહિલા ગુમ થવા બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી છે
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ મથકે જાણ થયા મુજબ ચિરાગભાઈ કાંતીભાઇ પટેલ (ઉ.વ.૪૦)( રહે.હરસિધ્ધી નગર સોસાયટી રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા) નાઓ તા-૨૬/૧૨/૨૦૨૪ ના રાતના ૦૯/૩૦ વાગ્યાના અરસામાં હરસિધ્ધીનગર સોસાયટી ગુમ થયા હોય આજદિન સુધી મળી આવ્યા નથી.
જ્યારે એકતાનગર પોલીસમાં જાણ કર્યા મુજબ ગરુડેશ્વર તાલુકાના વાઘડીયા ગામના ભાવનાબેન વા/ઓફ સતિષભાઇ શાંતિલાલભાઈ તડવી (ઉ.વ.૨૮)( રહે-વાઘડીયા નિશાળ ફળીયુ )નાઓ તા.૧૨/૦૧/૨૦૨૫ ના રોજ સવારના ૦૮/૦૦ થી સાંજના કલાક-૧૭/૦૦ વાગ્યાના કોઈ પણ સમયે કેવડીયા કોલોને એડમીન બિલ્ડીંગ ખાતે થી ગુમ થયા હોય ઉપરોક્ત બંને ને પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
