<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

નર્મદા જિલ્લા કક્ષા કલા મહાકુંભ માં લોકનૃત્ય સ્પર્ધામાં આશ્રિત બાળકોએ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

શ્રી નવદુર્ગા હાઈસ્કૃલ રાજપીપલા ખાતે યોજાયેલ લોકનૃત્ય સ્પર્ધામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:કમિશ્નર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અને જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા સંચાલિત તથા નવદુર્ગા હાઈસ્કૂલનાં સહયિગથી નર્મદા જિલ્લા કક્ષા કલામહાકુંભ ૨૦૨૪-૨૫નો કાર્યક્રમ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલા ખાતે તા. ૧૧ જાન્યુઆરીના ૨૦૨૫ ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.

ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસિયેશન રાજપીપળા (નર્મદા) સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા (નર્મદા)ની સંસ્થામાં આશ્રિત બાળકો દ્વારા લોકનૃત્ય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અને સમગ્ર જિલ્લામાં લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.
આ તમામ બાળકોને સંસ્થાનાં શિક્ષક નિલેશભાઈ વસાવા દ્વારા લોકનૃત્ય શિખવવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી સંસ્થાની ગૌરવ વધારનાર બાળકો અને તાલીમ આપનાર  શિક્ષકને ચિલ્ડ્રન હોમ પરિવાર  જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ બાળ કલ્યાણ સમિતિ નર્મદા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી

(10:30 PM IST)