તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ઉત્તરાયણ પૂર્ણ થયે રાજપીપળામાં વીજ કંપની દ્વારા વીજ વાયરો પર લટકતી પતંગ હટાવવાની કામગીરી હાથ ધરાઈ
લટકતી પતંગો હવામાં આમતેમ જતા શોર્ટ સર્કિટની ઘટનાના બને તેની તકેદારી માટે રાજપીપળામાં ૨૦ લાઈનમેનો બે ટીમમાં જોડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉત્તરાયણ પર્વ પૂરું થતા જ રાજપીપળા વીજ કંપની દ્વારા શહેર માં વીજ વાયરો કે ડીપી પર લટકતી પતંગ કે દોરા હટાવવા માટે બે ટીમો કામે લાગી છે
રાજપીપળા વીજ કંપનીના ઇજનેર એસ આર પટેલના જણાવ્યા મુજબ આજે રાજપીપળા શહેરના દરેક વિસ્તારો માં અમારી લગભગ ૨૦ લાઇનમેનોની બે ટીમ વીજ વાયરો કે ડિપી પર લટકતી પતંગ કે દોરા ઉતારવાની કામગીરી કરી રહી છે કેમ કે વાયરો કે ડીપી પર લટકતી પતંગ કે દોરાના કારણે હવામાં શોર્ટસર્કિટ થવાની સંભાવના હોવાથી અને વીજ કંપનીના ગ્રાહકોને આવી કોઈ તકલીફ ના પડે તે માટે અમે આજે બે ટીમ તૈનાત કરી છે જે આખા શહેર ના કામગીરી કરશે.
આમ રાજપીપળા ખાતે વીજ કંપની દ્વારા અન્ય શહેરો કરતાં ઘણી સારી સેવા અને કામગીરી કરવામાં આવી રહી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
