તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
પેલેડીયમ મોલ કાંડમાં હત્યાની કલમનો ઉમેરો : કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ ફગાવી જેલમાં મોકલ્યા
કોર્ટે 8 આરોપીઓના રિમાન્ડ નકાર્યા, આરોપી પ્રિન્સે પોલીસ સામે માર માર્યાની ફરિયાદ અરજી આપતા મેડિકલ કરાવવા કોર્ટે નિર્દેષ આપ્યા

અમદાવાદ:પેલેડીયમ મોલ કાંડમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે કેસની ગંભીરતા ધ્યાને લઇ તમામ આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કર્યો હતો. ઉપરાંત પોલીસે રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડ અરજી નકારી દઇ આઠે આરોપીઓને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. બીજી તરફ આ કેસમાં આરોપી પ્રિન્સે પોલીસ સામે માર માર્યો સહિતના આક્ષેપ કરતી અરજી કરી હતી. જેમાં કોર્ટે તેનું મેડિકલ કરાવવા નિર્દેષ આપ્યો છે.
પેલેડીયમ મોલ કાંડમાં પોલીસે પ્રિન્સ બજરંગીલાલ જાંગીડ, મહિરી બળદેવભાઇ દેસાઇ, જીગ્નેશ ઉર્ફે ગોગી અમરતબાઇ રબારી, પવન કનુજી ઠાકોર, કૈલાસ કપુરચંદ દરજી, કામેશ ઉર્ફે ચિન્ટુ ચતુરભાઇ ચાવડા, રોહિત ઉર્ફે ટાંટીયો દિનેશભાઇ વણઝારા અને અનિલ ઉર્ફે મનોજ જશવંતભાઇ વણઝારાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ લાગતી હોવાનો રિપોર્ટ કર્યો હતો. ઉપરાંત 07 દિવસના રિમાન્ડ માગતી અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીઓએ ગુનામાં વાપરેલ સ્કોર્પીયો ગાડી કબજે કરવાની છે. જે ગાડીનો નંબર આરોપીઓ જાણતા હોવા છતા જણાવી રહ્યાં નથી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિક્રમ ઉર્ફે કાલુ, આકાશ મારવાડી, જોગેશસિંઘ, સંજય મારવાડી ક્યાં છે? ઝડપાયેલ આરોપી પ્રિન્સ તથા મિહીર તથા જીગ્નેશ પવન, અનિલ પાસે તલવાર તથા લાકડી દંડા અને હથિયારો હતા તે હથિયારો ક્યાં છે? આરોપીઓ સિવાય બીજુ કોણ કોણ સંડોવાયેલું છે? આરોપીઓ આ સિવાય બીજા કોઇ ગુના આચર્યા છે કે નહીં સહિતના મુદ્દે તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂર છે.
જો કે આરોપીઓના એડવોકેટ પૈકી નિતીન ગાંધી અને અપૂર્વ ચારણે એવી રજૂઆત કરી હતી કે, જે હકીકતો જાણતા હતા તે તમામ પોલીસને જાણાવી દીધી છે, પોલીસ જે મુદ્દે તપાસ કરવા માટે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીઓની હાજરીની કોઇ જ જરૂર નથી, આ કેસમાં ભોગબનનાર તે જ દિવસે ડિસ્ચાર્જ થઇ ગયો હતો છતા પોલીસે ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમ લગાવી છે, બાકી આ જામીનપાત્ર ગુનો બને છે ત્યારે કોર્ટે રિમાન્ડ ન આપવા જોઇએ. આ ઉપરાંત પ્રિન્સે પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી. આવી રજૂઆત બાદ કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ ફગાવી દઇ જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જ્યારે પ્રિન્સની સારવાર કરાવી તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પોલીસને નિર્દેષ આપ્યો છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
