<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી ફરીથી ઠંડીનો ચમકારો : ફરીથી તાપમાનનો પારો ગગડશે અને ઠંડીમાં ધ્રુજવું પડશે

કાલથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશે :22 જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

અમદાવાદ : રાજયમાં આગામી ત્રણ દિવસ પછી ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ જિલ્લાના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની છે. કાલથી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે. પરંતુ આગામી ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનનો પારો ગગડશે અને ઠંડીમાં ધ્રુજવું પડશે. ઉલ્લેખનીય છે કે હાલ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું, જ્યારે પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું. હતું 

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે માહિતી આપતા જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત થઈ છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 8.2 ડિગ્રી નોંધાયું. તો પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે.  

18 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા વરસાદની શક્યતા છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ એક નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. ચાર દિવસ પછી 22 જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

(12:04 AM IST)