<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્‍લિકેશનનો ઉપયોગ

ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્‍ટમ કાર્યરત

રાજકોટ તા.૧૭: મુસાફરોને એક રાજ્‍ય માંથી બીજા રાજ્‍યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્‍ય સ્‍થાનથી બીજા સ્‍થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને વાહન વ્‍યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતળત્‍વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્‍યા છે.

ગુજરાત રાજ્‍ય વાહન વ્‍યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્‍લિકેશન' મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્‍યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્‍ટમ કાર્યરત છે,  જેનો ગુજરાતના ૭.૫ લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની યાદીમાં જણાવાયું ઉમેરાયું છે.

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્‍લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્‍લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવળદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્‍યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્‍લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્‍ટેશન પર પહોચવાનું યોગ્‍ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.

(11:06 AM IST)