<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

કામરેજ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવાગામના સરપંચ સુમિત્રાબેન પ્રભુભાઈ પટેલની પ્રમુખ તરીકે નિમણૂક : સુરત જીલ્લા બ્રહ્મ સમાજ દ્વારા આવકાર

સુરત તા.૧૭

કામરેજ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવાગામના  સરપંચ અને 108 ની જેમ સેવા કરતા  સુમિત્રાબેન પ્રભુભાઈ પટેલને પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે તેઓ નવાગામ પંચાયતના સરપંચ તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે.

       નવાગામના ઉપસરપંચ  પ્રભુભાઈ પટેલ નવા ગામની ૫૦ થી ૬૦ જેટલી સોસાયટીઓમાં સંપૂર્ણ સુવિધાઓ આપી છે આરસીસી રોડ ગટર પાણી સફાઈ જેવા અનેક કામો કરી વર્ષોથી સરપંચ તરીકે સેવા કરે છે લોક સેવા એજ એમનો જીવન મંત્ર છે સુરત જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ, ભાજપના અગ્રણી કમલેશ એમ. મહેતા, શાસક પક્ષના રમેશ શીંગાળા, કામરેજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ ગીરધર ભાઈ જોશીએ અભિનંદન આપ્યા છે.

(1:00 PM IST)