તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
વડોદરાના જાંબુઆ પાસે હાઇવે પર શાકભાજી ભરેલો ટેમ્પો પલટી મારી ગયો:ટ્રાફિકજામ થતાં અનેક વાહનો અટવાયા
ટેમ્પોને નડેલા અકસ્માતને પગલે શાકભાજીના પોટલા રસ્તા પર પડ્યા જેના પગલે ટ્રાફિકજામ: પોલીસે ક્રેનની મદદથી ટેમ્પોને હટાવ્યો અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી

વડોદરાના જાંબુઆ પાસે હાઇવે પર શાકભાજી ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. જેના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. રોડ વચ્ચે ટેમ્પો પલટી મારી જવાથી ટ્રાફિકજામ થતાં અનેક વાહનો અટવાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ટેમ્પોને દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેર નજીક જાબુંઆ પાસે પસાર થતાં હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. એક આઇશર ટેમ્પો શાકભાજી ભરીને જઇ રહ્યો હતો ત્યારે પલટી મારી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં સદનસિબ કોઇ જાનહાની થઇ નથી. જોકે ટેમ્પો હાઇવે પર પલટી મારી જવાથી રસ્તો બ્લોક થઇ ગયો હતો. રસ્તો બ્લોક થઇ જવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.
ટેમ્પોને નડેલા અકસ્માતને પગલે શાકભાજીના પોટલા રસ્તા પર પડ્યા હતા. જેના પગલે ટ્રાફિકજામ થતાં અનેક વાહનો અટવાયા હતા. અકસ્માત થયો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે ક્રેનની મદદથી ટેમ્પોને હટાવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
