<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

પતિ ખુદ પોતાની પત્નીને પ્રેમી પાસે મળવા લઈ ગયો: પ્રેમીએ ઓળખવાની ના પાડતા પ્રેમિકાનો આપઘાત

વલસાડના આંબાજંગલ ગામના માથા ફળિયામાં સંતાનની માતાએ ઘરની નજીક આવેલી કાજુની વાડીમાં જઈને ઝાડની ડાળી સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળમાં આવેલા આંબાજંગલ ગામની એક પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યા બાબતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આંબાજંગલ ગામના માથા ફળિયામાં સંતાનની માતાએ ઘરની નજીક આવેલી કાજુની વાડીમાં જઈને ઝાડની ડાળી સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

ઉત્તરાયણના દિવસે મૃતક 28 વર્ષીય મયનાબેન સુથારપાડા હાટબજારમાં ખરીદી કરવા ગયા હતા. ઘરે આવી મોડી સાંજે જમીને બેઠા હતા ત્યારે પતિ કમલેશભાઈના મોબાઈલ ઉપર એક ફોન આવ્યો હતો. ત્યારે કમલેશભાઈએ ઉચકતા સામેથી કોઈ અવાજ ન આવતા ફોન પત્નીને આપ્યો હતો. ફોન કરનાર શખ્શે મયનાબેનને મળવા બોલાવી હતી. જેથી પતિ પોતાની બાઈક લઈને પત્નીને તેમના પ્રેમીને મળવા માટે ફળીગામના ઘરટા ફળિયા પાસે રાતના સાડા આઠ વાગ્યાના કલાકે લઈ ગયો હતો. જ્યાં પત્નીને રોડ પર ઉતારી પતિ કમલેશભાઈ છુપાઈને જોતા એક શખ્શ મળવા આવતા પત્નીને અને તેના પ્રેમીને પકડી લીધા હતા. જોકે, પ્રેમી યુવકને મળવા પહોંચેલી પ્રેમિકાને ઓળખવાનો જ યુવકે ઈન્કાર કરી દીધો હતો. જેથી સમાજની બીકે તેણે આપઘાત કરી લીધો હતો.

(2:04 PM IST)