<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : ઇફ્કોએ NPK 102626 ખાતર અને NPK 123216 ખાતરના ભાવમાં 50 કિલોની બેગ પર રૂ. 250નો વધારો કર્યો

3 જાન્યુઆરી જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફ્કોએ જણાવ્યું : રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે

અમદાવાદ તા.૧૭

રાજ્યના ખેડુતોને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં રૂપિયા 250 નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારો આવશે.

મળતી માહિતી મુજબ ઇફ્કોએ NPK 102626 ખાતર અને NPK 123216 ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ પર ઇફ્કોએ 250 રૂ.નો વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ નવો ભાવ રૂપિયા 1720 પહોંચ્યો છે. ત્યારે ઇફ્કો દ્વારા રૂપિયા 250 નો બોજો નાખવામાં આવતા ખેડુતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.

વધુ મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરી જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફ્કોએ જણાવ્યું હતું. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.

(3:37 PM IST)