તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે શનિવારે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે
સવારે 8.00 વાગ્યાથી રાજભવન, ગાંધીનગર ખાતે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે, આવતીકાલ તા. 18મી જાન્યુઆરીને શનિવારે સવારે 8.00 વાગ્યાથી રાજભવન, ગાંધીનગર ખાતે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજવાની રાજ્યપાલની પરંપરા રહી છે.
સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર અને અમદાવાદ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ હોસ્ટ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના સહયોગથી યોજાઈ રહેલા રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાન કરવા ઇચ્છતા અરક્તદાતાઓ પોતાના ઓળખકાર્ડ સાથે રાજભવન પધારી શકે છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
