તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4640 રૂપિયા બોલાયો : જાણો અન્ય 22 યાર્ડના ભાવ
ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 607.89 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 607.89 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4640 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3600 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત માંડલમાં 4581 રૂ., અમરેલીમાં 4470 રૂ., ગોંડલમાં 4451 રૂ., સમીમાં 4450 રૂ., જસદણમાં 4325 રૂ., રાજકોટમાં 4299 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 607.89 ટન આવક થઇ છે.


(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
