તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
અમદાવાદમાંથી બંગલાદેશી નાગરિકની ધરપકડ:બોગસ દસ્તાવેજ બનાવી રીક્ષા ચલાવતો: SOG એ ઝડપી લીધો
રિયાઝ શેખ વર્ષ 2018માં અમદાવાદ આવ્યો અને બુટ ચંપલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો SOGએ તેની ધરપકડ કરી અને પરત ભાંગ્લાદેશ મોકલી આપ્યો હતો:ફરી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ પહોંચી ગયો :અનિક દાસે 2500 રૂપિયા લઈને રિયાઝ શેખનાં આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી આપ્યા :બે ડોક્યુમેન્ટના આધારે રિયાઝ શેખે બે બેન્કમાં પોતાનાં એકાઉન્ટ પણ ખોલાવ્યાં

અમદાવાદ :બાગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અવારનવાર અમદાવાદમાં ઘૂસણખોરી કરતા યુવકની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે રિયાઝ શેખ નામનો બાંગ્લાદેશી કરીથી બોડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસી આવ્યો છે અને વટવા વિંઝોલ પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદી સહિતનો સ્ટાફ તરત જ વટવા વિંઝોલ પાસે પહોંચી ગયો હતો અને રિયાઝ શેખની અટકાયત કરી લીધી હતી. રિયાઝ શેખ વિઝોલ પાસે આવેલા વિવેકાનંદનગર ખાતે દીનદયાળ સાત માળિયામાં રહેતો હતો.
SOGની ટીમ તેની અટકાયત કરીને વડી કચેરીએ લાવી હતી, જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન રિયાઝ શેખે જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને એક વર્ષ પહેલાં તે બોર્ડર ક્રોસ કરીને ભારત આવ્યો હતો. SOGને રિયાઝની અંગઝડતી કરતાં તેની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટકાર્ડ તેમજ બાંગ્લાદેશી હોવાનો પુરાવો મળી આવ્યો હતો. એસઓજીએ તેની વધુ પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી છે કે તે અમદાવાદમાં રિક્ષા ચાલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એસઓજીએ રિયાઝ શેખની વર્ષ 2019 માં ધરપકડ કરી હતી અને બાદમાં તેને બાંગ્લાદેશ ડીપોર્ટ કર્યો હતો.
રિયાઝ શેખ રોજીરોટી માટે વર્ષ 2018માં અમદાવાદ આવ્યો હતો અને બુટ ચંપલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. SOGએ તેની ધરપકડ કરી હતી અને પરત ભાંગ્લાદેશ મોકલી આપ્યો હતો. બાંગ્લાદેશમાં ડીપોર્ટ થયા બાદ પણ રિયાઝ શોખને ત્યાં કોઈ કામધંધો મળ્યો નહીં અને તેણે અમદાવાદ પરત આવવાનો પ્લાન કરી લીધો હતો. રિયાઝ બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ સુધી એનકેન પ્રકારે પહોંચી ગયો હતો. જયાં તકો પોતાના ઓળખીતા મારફતે ભારતીય હોવાના પુરાવા બનાવી દીધા હતા.
રિયાઝ શેખ વિવેકાનંદનગરમાં આવેલા દીનદયાળ સાત માળિયાના મકાનમાં રહેતો હતો અને રિક્ષા ચાલાવીને ગુજરાન ચલાવતો હતો. SOGએ પાકી ભાતમીના આધારે તેની ધરપકડ કરી છે. ભોગસ ડોક્યુમેન્ટના મામલે પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેના ઓળખીતા અનિક દાસે રૂપિયા લઈને ડોક્યુમેન્ટ બનાવી દીધા છે. અનિક દાસ પણ ભાંગ્લાદેશી છે અને તે ભોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં માહેર છે. અનિક દાસે 2500 રૂપિયા લઈને રિયાઝ શેખનાં આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી આપ્યા હતાં. આ બેડોક્યુમેન્ટના આધારે રિયાઝ શેખે બે બેન્કમાં પોતાનાં એકાઉન્ટ પણ ખોલાવ્યાં હતાં. પોલીસે હાલ તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ખોટા ભારતીય દસ્તાવેજ બનાવવાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હાલ અનિક કાસને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. એસઓજીએ ક્રાઈમ બ્રાંચમાં બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
