<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

એકતાનગરના ગુમ થયેલ મહિલાને શોધી પરીવારજનો સાથે મિલન કરાવતી એન્ટી હ્યુમન ટ્રાફિકિગ ટીમ, નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:લોકેશ યાદવ, ઈ/ચા પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ હાલમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપવા કામગીરી કરવાની આપેલ સુચના અને માર્ગદશન અનુસંધાને વાય.એસ સિરસાઠ, ઈ/ચા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓ દ્વારા જીલ્લાના ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા સારુ સુચના આપતા એકતાનગર પો.સ્ટે.માં નોંધાયેલ ગુમ થયેલ ભાવનાબેન વા/ઓ સતિષભાઈ શાતિભાઈ તડવી (રહે.વાગડીયા નિશાળ ફળીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા)નાઓ કોઇ કારણોસર પોતાના ઘરેથી ક્યાંક જતા રહેલ હોવાની જાહેરાત તેમના પતિ સતિષભાઈ શાતિભાઈ તડવીનાઓએ એક્તાનગર પો.સ્ટે.માં આપેલ. જે અનુસંધાને એન્ટી હ્યુમન ટ્રાફિકિગ (AHTU) ટીમના પોલીસ માણસોએ બનાવની ગંભીરતા સમજી તાત્કાલીક શોધખોળમાં લાગી ગયેલ હતા જે તપાસ દરમ્યાન ટેકનિકલ સર્વિલન્સના આધારે માહીતી મળેલ કે ગુમ થયેલ ભાવનાબેનનાઓ સાબરકાઠા જીલ્લાના ઈડર ના સાબલવાડ ખાતે હોય જે માહીતી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિગ (AHTU) ની ટીમ ઈડરના સાબલવાડ ખાતે પહોચી ગુમ થયેલ બહેનની શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારૂ એકતાનગર પો.સ્ટેને સોપેલ છે.


 

(11:03 PM IST)