<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

એક વર્ષથી પ્રોહી. તથા રાયોટીગના બે ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ, નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: લોકેશ યાદવ, ઈ/ચા પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે ઈ/ચા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., વાય એસ સિરસાઠ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી ગરૂડેશ્વર પો.સ્ટે. માં રાયોટીંગનો ગુનો તથા ગરૂડેશ્વર પો.સ્ટે ના પ્રોહીબિશનનાં ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો દિનેશભાઈ જાગા વસાવે( ઉ.વ.૨૮)( રહે.અટ્ટી તા.ધડગાવ જી નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને પુણે જીલ્લાના વલણે ગામ તા. મુલસી ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.


 

(11:05 PM IST)