તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ગોલાતલાવડી ગામના યુવાને વાસી ઉત્તરાયણની સાંજે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
પિતાએ અમને કોઈ કામ કરવા નથી લાગતો તેમ કહેતા મનમાં લાગી આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ગોલાતલાવડી ગામમાં યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કરતા હાલ સારવાર હેઠળ છે
મળતી માહિતી અનુસાર કાંન્તીભાઇ કંચનભાઇ બારીયા( રહે. ગોલાતલાવડી તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ ભોગ બનનાર રવિભાઇ કાન્તીભાઇ બારીયા (ઉ.વ. ૧૮)( રહે. ગોલાતલાવડી )ને તેમના પિતા કાન્તીભાઈ કંચનભાઇ બારીયા નાઓએ અમોને કોઇ કામ કરવા લાગતો નથી તેમ કહેતા રવિ ને મનમાં લાગી આવતા તા.૧૫/૦૧/૨૦૨૫ ના વાસી ઉત્તરાયણ ના દિવસે સાંજે પોતાના ઘરે મુકેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવાર તિલકવાડા સરકારી દવાખાનામાં કરાવી વધુ સારવાર માટે રાજપીપળા સિવીલ હોસ્પીટલ લઈ ગયા બાદ હાલ રવિ સારવાર હેઠળ છે. પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
