<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજપીપળા મોવી રોડ પર મુખ્ય માર્ગ પર ઝાડ પડતા બે કલાક ટ્રાફિક જામ રહ્યો

મુખ્ય માર્ગ પર અચાનક તોતિંગ ઝાડ પડતા સદનસીબે કોઈ જાનહાની ના થઇ : તંત્ર કામે લાગતા રસ્તો ખુલ્લો થયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા જતા સ્ટેટ હાઇવે પર આંબલી ગામ પાસે એક તોતિંગ ઝાડ ધરાશાયી થયું અને એ રસ્તાની વચ્ચે જ પડતા બંને બાજુ એક કિલોમીટર જેવી વાહનોની લાઈન લાગી હતી. જોકે ઝાડ પડ્યું અને ટ્રાફિક જામ ના સમાચાર મળતા જ પોલીસ વીજ કંપની અને વન વિભાગની ટીમો ત્યાં પહોંચી ગઈ હતા અને રસ્તો ખુલ્લો કરવા કર્મચારીઓ કુહાડીઓ લઈને કામે લાગી ગયા હતા સ્થાનિક રાહદારીઓ પણ ઝડપથી ટ્રાફિક દૂર થાય એ માટે મદદે લાગી ગયા હતા. દોઢ થી બે કલાક માં એક લાઈન ચાલુ કરી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મુખ્ય માર્ગ સ્ટેટ હાઇવે હોય દિવસ રાત આ માર્ગ પરથી વાહનો પસાર થતા રહે છે. જો આ ઝાડ કોઈ વાહન પર પડ્યું હોત તો જાનહાનીની ઘટના બની હોત પરંતુ સદ્ નસીબે કોઈ જાનહાની થઇ નથી અને તંત્ર સ્થાનિકો દ્વારા ઝડપથી વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના બને એ માટે હાઇવે પરના કેટલાક સડી ગયેલા વૃક્ષો ની છટણી પણ અત્યંત જરૂરી છે.


 

(11:09 PM IST)