<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

નર્મદાના ઉમરાણ ગામમાં ૩૪ મહિલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,નર્મદા. તેમજ રિલાયન્સ ફાઉન્ડેસન અને સા-ધન સંસ્થા દ્રારા પાપડ, અથાણા અને મસાલાની તાલીમ ઉમરાણ તા. ડેડીયાપાડા જી.નર્મદા મુકામે આપવામા આવી. જે તારીખ ૦૬-૧-૨૦૨૫ થી ૧૫-૦૧-૨૦૨૫ સુધી ચાલી હતી
આ તાલીમમાં કુલ ૩૪ મહિલા તાલીમાર્થીઓને તેમના જ ગામમા તાલીમ આપવામા આવી હતી. જેનુ ઉદ્ગાટન BSVS ના ડાયરેકટર રજનીકાંત સોલંકી તેમજ ફેકલ્ટી વિજયકુમાર વસાવા દ્વારા થયુ હતુ. જેમા ફેકલ્ટી સુનીલભાઈ તડવી તથા ઓફીસ આસિસ્ટન પ્રશાંતભાઈ વસાવા તથા દેવેન્દ્રભાઈ વસાવા તમામ સ્ટાફ તેમજ અલ્પના પટેલ કે જેઓ DST તરીકે કાર્યરત હતા. તેમના નિરીક્ષણ હેઠળ આ તાલીમ આપવામા આવી હતી. જેમા બહેનો ને પાપડ, અથાણા અને મસાલા ની માહિતી સાથે પ્રેકટીકલ કરાવવામા આવ્યુ હતુ. જેથી કરીને બહેનો પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે. તાલીમ ના છેલ્લા દિવસે BSVS ડાયરેકટર દ્નારા સર્ટીફિકેટ વિતરણ કરવામા આવ્યા હતા.
આરસેટીના મુખ્ય મથક રાજપીપલામા ડાયરેકટર દ્ધારા એવી પણ જાણકારી આપવામા આવી હતી કે BSVS મા આવનારા સમયમા મહિલા સિવણ તેમજ વિવિધ પ્રકારની તાલીમનુ આયોજન કરેલ છે. અને આવી રોજગાર લક્ષી અન્ય તાલીમ લેવા માગતા તાલીમાર્થીઓનુ અમે સ્વાગત કરીએ છે. જેથી કરીને રોજગારી મા વધારો કરી શકાય


 

(11:16 PM IST)