<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ફેબ્રુઆરી-૨૦૨૫ દરમ્યાન વસંતોત્સવ ( લોક મેળો) -૨૦૨૫નું આયોજન સંસ્કૃતિ કુંજ, સેકટર-૯, ગાંધીનગર ખાતે કરાશે

હસ્તકલાની કૃતિઓના પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ મેળવવા માટે તેમજ ફુડ કોર્ટમાં ખાણી-પીણીનો સ્ટોલ મેળવવા માટે અરજી મંગાવાઈ

રાજકોટ તા.૧૮ : આગામી ફેબ્રુઆરી-૨૦૨૫ દરમ્યાન વસંતોત્સવ ( લોક મેળો) -૨૦૨૫નું આયોજન સંસ્કૃતિ કુંજ, સેકટર-૯, ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે. 

    આ લોક મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ક્રાફટ બજાર યોજાનાર છે. આ વસંતોત્સવ ( લોક મેળો)માં હસ્તકલાના (ડી.સી. કાર્ડ ધરાવતા) કારીગરોએ હસ્તકલાની કૃતિઓના પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ મેળવવા માટે તેમજ ફુડ કોર્ટમાં ખાણી-પીણીનો સ્ટોલ મેળવવા માટે તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં જરુરી આધાર સહ અરજી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં. ૧૧/૩જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-382010ને મોકલી આપવાની રહેશે.

(11:43 AM IST)