તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 18th January 2025
ગુજરાત માહિતી આયોગની કામગીરીમાં ગતિઃ સાડા પાંચ માસમાં ૩૪૬૧ અરજીઓનો નિકાલ
મુખ્ય કમિશનર ડો. સુભાષચંદ્ર સોની અને પાંચ કમિશનરો કાર્યરત

રાજકોટ તા. ૧૮: ગુજરાત માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર અને ૩ (ત્રણ) રાજય માહિતી કમિશ્નરોએ તા. ૩૦/૦૭/ર૦ર૪ના તથા અન્ય ર (બે) રાજય માહિતી કમિશ્નરશ્રીઓ તા. ર૭/૧૦/ર૦ર૪ના રોજ રાજયપાલ હસ્તે શપથવિધી કરીને ચાર્જ સંભાળેલ છે ત્યારપછી માહિતી અધિકાર હેઠળની અરજીઓના નિકાલની પ્રક્રિયા ઝડપી બની છે. દર મહિને સરેરાશ ૭૦૦થી વધુ અરજીઓનો નિકાલ થાય છે.
પ્રક્રિયા બાદ માહિતી કમિશ્નર દ્વારા બીજી અપીલ અને ફરિયાદોની તાત્કાલિક સુનાવણીની પ્રક્રિયા હાથ કરેલ હતી તા. ૩૦/૦૭/ર૦ર૪ ની સ્થિતિએ માહિતી આયોગમાં ૬,૩૩૧ બીજી અપીલ/ફરિયાદો પડતર હતી. સાડા પાંચ માસમાં જ ૩,૪૬૧ બીજી અપીલ/ફરિયાદોનો નિકાલ કરેલ છે. આ દરમ્યાન ર,૩૯૭ નવી દાખલ થયેલ અરજીઓ મળીનેઢ હાલમાં પર૭૧ બીજી અપીલ/ફરિયાદો પડતર છે. જે સુનાવણીની પ્રક્રિયા હાથ ધરીને સત્વરે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. જિલ્લા કક્ષાએ અરજી કર્યા બાદ ગાંધીનગર આયોગને અરજી કરે તેને વહીવટી ભાષામાં બીજી અપીલ ગણવામાં આવે છે.
તા. ૦પ/૧૦/ર૦ર૪ના રોજ માહિતી અધિકાર સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે, "Launching Ceremony of Right to Information week celebration in Gujarat" વિષય ઉપર એક દિવસીય સેમીનાર યોજેલ હતો. જેમાં આર.ટી.આઇ. એકટની ત્રણ લઘુપુસ્તિકાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરીયા તથા રાજયના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષચંદ્ર સોની તથા રાજય માહિતી કમિશનરો શ્રી સુબ્રમણિયમ ઐયર, શ્રી મનોજભાઇ પટેલ, શ્રી નિખિલભાઇ ભટ્ટ સહિત રાજયના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નાગરિક સંગઠનના પ્રતિનિધિઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત માહિતી આયોગમાં મુખ્ય કમિશનર તરીકે ડો. સુભાષચંદ્ર સોની તથા માહિતી કમિશનર તરીકે સુબ્રમણિયમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ અને ભરત ગણાત્રા કાર્યરત છે. આયોગ સચિવ તરીકે જયદીપ દ્વિવેદી, રજીસ્ટ્રાર તરીકે પ્રકાશ મોદી અને જનસંપર્ક અધિકારી તરીકે પી. એચ. પટેલ સેવા આપે છે. વધુ માહિતી માટે આયોગની વેબસાઇટ અથવા ગાંધીનગર કચેરીના ફોન નં. ૦૭૯-ર૩રપર૮ર૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
