<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ડ્રગ્‍સ માફીયાઓ, ડિજિટલ ઠગો વિરૂધ્‍ધ રણનીતિ અંગે ગુજરાતના ટોચના અધિકારીઓ દ્વારા મનોમંથન

ટુંકી નોટિસે ...મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય અચાનક સુરત પહોંચી ગયા સુરત મોડલ અપનાવવા અને સુપ્રીમ કોર્ટેની ગાઇડ લાઈનનો ચુસ્‍ત અમલ કરવા પણ દ્રઢ નિર્ધાર કરવા અપીલ....

રાજકોટ, તા.૧૮:ગુજરાતના વિવિધ શહેર, મહાનગરોમાં યુવા ધનને નશાની ગર્તામાં ધકેલાતા રોકવા , રીઢા ગુનેગારો પર એક એક પોલિસને જવાબદારી સુપ્રત કરવાની  મેન્‍ટોર યોજનાઓ સહિતની મહત્‍વની યોજનાઓ જે તે મહાનગરમાં પોહચી અને આ બાબતો કાગળ પર ન રહે તેવી રણનીતિ અંતર્ગત યોજાતી બેઠકમાં સુરતમાં અચાનક ટૂંકી નોટિસ સાથે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ઞઈ કાલે સુરત પોહચી અત્‍યારે મિટીંગોનો દોર શરૂ કર્યો છે.

આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલ્લિક, વડોદરા સીપી નરસિંહમાં કોમાર, રાજકોટ સીપી બ્રજેશ ઝા, સહિત ગુજરાતનાં રેંજવડાઓ જોડાયા છે. સમગ્ર આયોજન સુરત પોલિસ કમિશનર અનુપમસિહ ગેહલોત ટીમ દ્વારા કરવામાં આવ્‍યું છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરત પોલીસની પ્રજાલક્ષી નીતિનાં અમલની રણનીતિ, તમારા પારસલમાં ડ્રગ્‍સ હોવાની ધમકી આધારે ડિજિટલ એરેસ્‍ટની ધમકીઓ, રાજ્‍યમાં ગેર કાયદે ઘુસતા શરાબ, સુપ્રીમ કોર્ટના ગાઇડ લાઇન નો ચુસ્‍ત અમલ રાજ્‍યભરની પોલીસ દ્વારા કરી બિન જરૂરી વિવાદો ઊભા ન થાય તે પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

(3:50 PM IST)