<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અમિયાર ગામ પાસે પીકઅપમાંથી ૧૦ વાછરડા સહિત રૂ.૬,૫૫,૦૦૦ નો મુદામાલ ઝડપાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અમિયાર ગામ પાસેથી પિકઅપ ગાડીમાં વાછરડા ભરી જતી ગાડી પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે પીકઅપ ગાડી નં.MH-12-FD.7680 માં જોઈ અજાણ્યા ચાલક એ ગૌવંશ ગાયો-વાછરડા નંગ- ૦૩ તથા વાછરડા નંગ-૦૭ કુલ નંગ-૧૦ ની કુલ કિંમત રૂ.૧,૫૫,૦૦૦/-નો પશુ મુદ્દામાલ કતલ કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી હાઈવે રોડ ઉપર પીકઅપ વાહન ઉભુ કરી દઈ પીકઅપ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ સ્થળ ઉપર મુકી નાસી જઈ ગુનો કરતા પોલીસે અજાણ્યા ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(10:12 PM IST)