<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રાજપીપળા જૈન દેરાસરમાં ૧૭મી ધ્વજારોહણ - સાલગિરા તથા પ્રભુભિક્ત મહોત્સવની ઉજવણી

સાચાદેવ શ્રી સુમતિનાથ તથા પુરુષાદાનીય શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથસ્વામી જિનાલયની ૧૭મી ધ્વજારોહણ - સાલગિરા નિમિત્તે કાર્યક્રમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેર ના દરબાર રોડ સ્થિત જૈન દેરાસર માં ૧૭મી ધ્વજારોહણ - સાલગિરા તથા પ્રભુભિક્ત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સાચાદેવ શ્રી સુમતિનાથ તથા પુરુષાદાનીય શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથસ્વામી જિનાલયની ૧૭મી ધ્વજારોહણ - સાલગિરા નિમિત્તે ના આજના કાર્યક્રમ માં આજરોજ ભગવાન ને અઢાર અભિષેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ આવતીકાલે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવશે. જૈન દેરાસર ખાતે ચાલતો આ કાર્યક્રમના લાભાર્થી પરિવારમાં ડભોઈ નિવાસી માતુશ્રી મધુકાંતાબેન જયંતિલાલ ગુલાબચંદ હવેલીવાળા પરિવાર ઈન્દીરાબેન-કિરીટભાઈ, સૌમિલ - માનસી, હિતાંશ, અંશના સૌજન્યથી કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યા માં જૈન સમાજના આગેવાનો અને ભાઈઓ, બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


 

(10:07 PM IST)