<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

આદિવાસી સમાજના બાળકોને "હાથમાં ધારિયા અને કાનમાં બાલિયા"નું ગીત કોંગ્રેસના

જમાનાનું હવે હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ એવું બોલવાનું : મંત્રી કુબેર ડિંડોર

 

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડીયાપાડા ની ઇનરેકા સંસ્થા માં 41માં વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે સાંસદ મનસુખ વસાવા, અર્જુનભાઈ ચૌધરી, મોતિસિહ વસાવા, શંકરભાઈ વસાવા સહિત ઇનરેકા સંસ્થાના સ્થાપક વિનોદ કૌશિક અને તેમની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

   ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો 41મો વાર્ષિકોત્સવ યોજાયો ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા, વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા
આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાનાં ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેવી વાત કરી કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે.  આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે. અમુ આદિવાસી હાથમાં દાંડિયું ને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો હાથમાં કલમ અને ગળામાં સ્ટેથેસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી. આ સાથે મનસુખભાઈ વસાવાએ પણ મોદી સાહેબને સાંભળવા હોય તેમના અસ્તિસ્તને જોવું હોય તો તેમની મનકી બાત ખૂબ પ્રભાવશાળી છે જો બાળકો ને મન કી બાત દેખડામાં આવે તો ઘણું શીખવા મળે જેથી આશ્રમશાળાઓ અને નિવાસી શાળાઓ માં તો આ કાર્યક્રમ રેગ્યુલર કરવા જેવું છે.તેમ કહ્યું હતું


 

(10:11 PM IST)