તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
અંક્લેશ્વરથી દેડીયાપાડા આવેલી એસટી બસના કંડકટરના ટિકિટ મશીન સાથે બેગની ઉઠાંતરી
બસ દેડિયાપાડા ડેપો આવતા કંડકટર મશીન બેગમાં મૂકી વોશરૂમ જતાં બેગની ચોરી થઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા ડેપો પરથી ઝઘડીયા ડેપોની એસટી બસમાંથી કંડકટરના ટિકિટ મશીન સાથે બેગ ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર બસ કંડકટર ઇશ્વરભાઇ ભાનુભાઇ નિજારી (રહે.નવા હરીજનવાસ બડોદરા તા.મોડાસા જિ.અરવલ્લી) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ડીવીઝનના ઝઘડીયા ડેપોની સરકારી બસ નંબર GJ-18-Z-6878 મા કંડકટર તરીકે નોકરી કરતા હોય આ બસ અંક્લેશ્વરથી દેડીયાપાડા બસ ડેપો ખાતે આવી ત્યારે તેમનું ટીકીટ મશીન બેગમા મુકી બેગ કંડકટર સીટ ઉપર મુકી તેઓ વોશરૂમમાં ગયા ત્યારબાદ પરત આવી બસમા પેસેન્જરો બેસાડી દેડીયાપાડાથી ઝઘડીયા ખાતે જવા રવાના થયેલ હતા અને પેસેન્જરોને ટીકીટ આપવા માટે બેગ લેવા જતા બેગ મળી આવેલ ન હોય જેથી બસમા તથા દેડીયાપાડા બસ ડેપોની આજુબાજુમા બેગની શોધખોળ કરતા બેગ ક્યાંયે નહી મળતા આખરે કંડકટરની ફરિયાદ ના આધારે દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
